કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોઠારીયાના યુવાનને જૂના ઝઘડાના ખારે ધમકી

પલાંસની મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચિલઝડપ

મિતાણા ઓવર બ્રીજ પાસે પિતાની રીક્ષામાં જતા બનેલી ઘટના

ચાલુ રીક્ષાએ મોટર સાઇકલ ચાલકે ગળામાં પહેરેલ પાંચ તોલાનો હાર ઝુંટવી લીધો

વાંકાનેર: ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર મીતાણા પાસેના ઓવરબ્રિજ પહેલા રિક્ષામાં બેસી મહિલા જતા હોય તે દરમિયાન રોડ પર એક અજાણ્યો મોટરસાયકલ ચાલક આવી મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝુટવીને નાસી ગયો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પલાંસ ગામે રહેતા ધુનાબેન હકાભાઇ ગમારાએ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના પિતાની સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર-GJ-36-W-7671 વાળીમા જતા હોય તે દરમ્યાન મિતાણા ઓવર બ્રીજ પાસે રોડ ઉપર ચાલુ રીક્ષાએ આરોપી એક અજાણ્યા મોટર સાઇકલ ચાલકે ફરીયાદીના ગળામા

પહેરેલ સોનાનો ટીલી વાળો આશરે પાંચ તોલાનો હાર હોય જે પૈકી ગળામા પહેરેલ સોનાનો ટીલી હારનો નીચેનો અડધો ભાગ જેમા ચગદા વાળો ભાગ આશરે બે સવા બે તોલા તોલાનો જેની અંદાજીત કિમંત આશરે રૂપિયા- ૧,૨૫, ૦૦૦/-વાળા સોનાના હારને બળજબરીથી ખેચીને ઝુંટવીને આરોપી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!