વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા આવે છે
પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે, તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી ઢોલીની છે.
દિકરાના લગ્ન થાય, પછી વરઘોડિયાની છેડાછેડી ડાડાની પારીએ છૂટે છે. વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા અને પૂજવા આવે છે. દિકરાના લગ્નમાં સવા પાંચ શેર ચોખા તથા શ્રી ફળ રાંધીને વધેરાય છે. ત્યાર બાદ જ પરણવા માટે ફૂલેકે ચઢે છે.

દિકરાના લગ્ન બાદ પહેલા દિકરાનો જન્મ થાય ત્યાર બાદ સવા મહિના પછી માથાબોળ સ્નાન કર્યા પછી ડાડાના સવા પાંચ શેર ચોખા અને શ્રી ફળ વધેરીને દિકરાને પગે લગાડાય છે. જે પ્રથા હાલમાં પણ ચાલુ છે. વડીલોના કહેવા પ્રમાણે રાતીદેવરી પર હુમલો કરનાર નાગડાવાસના હતા અને આજે પણ તેમની સાથે દિકરા કે દીકરીનો વહેવાર થતો નથી.

હાલમાં ઝાંપા સામે કન્યાશાળા પાસે પાળિયા છે, તે પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે અને તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી ઢોલીની છે. રાતીદેવરી ફરતો અગાઉ ગઢ હતો. હાલમાં ચોરા પાસેથી જે ગઢનીશરૂઆત થતી અને મોમીનોના ઘર હાલમાં આવેલા છે, ત્યાં દરબારગઢ હતો. દરબારગઢમાં બધા દરબારોના કુટુંબો રહેતા હતા. પરંતુ ત્યાં સંતાનોનો ઉછેર થતો ન હતો. એક જાણકાર જયોતિષીના કહેવા અનુસાર દરબારોએ રહેણાંક ફેરવ્યું અને હાલમાં જયાં દરબારો રહે છે, ત્યાં રહેણાંક શરૂ કર્યું.

હાલમાં રાતીદેવરીમાં દરબારોના ૩૬ જેટલા ઘરો છે અને બહારગામ વાંકાનેર, મોરબી, રાજકોટ, ગોંડલ, બંગાવડી, પોરબંદર વગેરે ગામોમાં નોકરી-ધંધા માટે ૩૬ થી પણ વધારે ઘરો છે. પોલીસખાતા, વનખાતા, વિદ્યુત બોર્ડ વગેરે સરકારી ખાતામાં અને અન્ય બીઝનેસ સાથે સંકળાયેલા છે.

માહિતી સ્ત્રોત: જયદીપસિહં ઝાલા -રાતીદેવરી. Mo: 96876 63032