૯૨,૦૦૦ નો મુદ્દામાલ સાથે એક શખ્સ સામે કાર્યવાહી
વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

જેથી કરીને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો તથા કાર આમ કુલ મળીને ૯૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા જકાતનાકા હાઈવે રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ


કાર નંબર જીજે ૧ એચએસ ૦૭૦૧ ગાડીને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે


૧૦ હજાર રૂપિયાની કિંમતનો દારૂ, ૮૦ હજાર રૂપિયાની કિંમતની કાર અને ૨૦૦૦ ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૯૨,૦૦૦ ના

મુદ્દા માલ સાથે વનરાજભાઇ સામતભાઈ મેર જાતે કોળી (૩૨) રહે રેશમિયા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે
