કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નર્સરી પાસે થયેલ અકસ્માતની ફરિયાદ નોંધાઈ

પિતાનું મરણ: પુત્ર ઈજાગ્રસ્ત

ઓમની વેન રેઢી મૂકી ચાલક ફરાર

વાંકાનેર: ગઇ કાલે પોતાના દીકરાને મોટરસાયકલ પાછળ બેસાડીને ઢુવા કારખાને કામે જવા નિકળેલ કમલેશભાઇ ભટ્ટીને હશનપર નાલાથી આગળ સર્વીસ રોડ ઉપર જયોતી કારખાનાથી સામે સામેથી આવતી ફોરવ્હીલ ઓમની વેન ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા થતા તેમને રાજકોટ દવાખાને લઇ જતા સારવાર દરમિયાન મોત થતા ફરિયાદ નોંધાઈ છે.

મરણ જનારના પત્ની જયશ્રીબેન કમલેશભાઈ ભટ્ટી જાતે-ખવાસ રજપૂત (ઉ.વ.૪૦) રહે-વાંકાનેર સિધ્ધાર્થનગર સોસાયટી રેલવે સ્ટેશન રોડ વાળાએ પોતાની ફરિયાદમાં લખાવેલ છે કે તેમના લગ્નને અઢારેક વર્ષ થયેલ છે. સંતાનમા એક દીકરી અંકિતાબેન (ઉ.વ.૧૭) તથા એક દીકરો સુરેશ (ઉ.વ.૧૩) છે. કમલેશભાઈ કનુભાઈ ભટ્ટી (ઉ.વ.૪૨) ઢુવા ખાતે આવેલ ઈનડીઝાઇન સીરામીક કારખાનામાં મજુરી કામ કરતા હતા.


ગઇ કાલ તા.૧૪/૧૧/૨૦૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે કમલેશભાઈ દીકરા સુરેશને મોટરસાયકલ નં. જી.જે.૩૬ એ.જી. ૯૮૧૧ નંબર વાળા પાછળ બેસાડીને ઢુવા ખાતે કારખાને જવા નિકળેલ. રાતના નવેક વાગ્યાના અરસામા વિજયભાઇ રમેશભાઇ ભટ્ટી રહે વાંકાનેર સ્વપ્ન લોક સોસાયટી વાળાએ હશનપર નાલાથી આગળ સર્વીસ રોડ ઉપર જયોતી કારખાનાથી સામે સામેથી આવતી ફોરવ્હીલ ઓમની વેન ચાલક નંબર જી.જે.૦૫ આર.એ ૧.૫૩૭૫ વાળાએ હડફેટે લેતા ઇજા થતા તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ છે.
મરણ જનારની માતા હંસાબેન, વિજયભાઇ, અનીલભાઈ ધનશ્યામભાઇ ભટ્ટી, સુજલભાઈ જયેશભાઇ ભટ્ટી તથા દીપ્તીબેન વિજયભાઇ અકસ્માતમા ઇજા થયેલા પિતા-પુત્રને રાજકોટ સરકારી હોસ્પીટલ લઇ ગયેલ. જ્યાં બેભાન હાલતમા મરણ થયેલ. આ અકસ્માતમાં સુરેશને માથાના ભાગે અને દાઢીના ભાગે ઇજા થયેલ હતી. આ અકસ્માત કરનાર વેન ચાલક અકસ્માત સર્જી ઓમની વેન ત્યાં મુકી નાશી ગયેલ હતા. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

બિયરના એક ટીન સાથે ધરપકડ
વાંકાનેર ભાટિયા સોસાયટી નદીના કાંઠે રહેતા અકબર મુસાભાઇ માજોઠી પાસેથી બિયરનું ટીન મળી આવતા અને મિલ પ્લોટ ફાટક પાસે રહેતા રોહીત લાલજીભાઈ ફિસડીયા પીધેલ અવસ્થામાં પોલીસે પકડેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!