કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કારની ઠોકરે બાઇક ચાલક યુવકનું મોત

થાન રોડ પર નર્સરી પાસે બનેલો બનાવ

કમલેશભાઇ ભટ્ટીનું મોતઃ પુત્રને ઇજા

રાજકોટઃ વાંકાનેરમાં રહેતાં એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે અને ઈજાગ્રસ્ત પુત્રને રાજકોટ દવાખાનામાં દાખલ કરેલ છે.

વાંકાનેરના કમલેશભાઇ કનુભાઇ ભટ્ટી (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર સુરેશ (ઉ.વ.૧૩) બાઇકમાં બેસીને જતાં હતાં ત્‍યારે થાન રોડ પર નર્સરી પાસે અજાણ્‍યો કાર ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બંનેને ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ પિતા કમલેશભાઇનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જ્‍યારે પુત્રને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!