મોરબી એસઓજી પોલીસે પરવાનાવાળી બંદૂક આપનાર લાલાભાઈ વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો
વાંકાનેર : આજકાલ સોશિયલ મીડિયામાં સીન સપાટા નાખવા હથિયાર સાથેના ફોટા મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે વાંકાનેરના ચિત્રાખડા ગામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બાર બોરના જોટા સાથે પડાવેલ ફોટો અપલોડ કરતા આ બાબતે મોરબી એસઓજીએ ફોટો શેર કરનાર યુવાન તેમજ ફોટો પડાવવા માટે બાર બોરનું લાયસન્સ વાળું હથિયાર આપનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતા રાકેશ પન્નાભાઈ ડાભી નામના યુવાને લાયસન્સ પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે શોખ ખાતર પરવાના વાળા બાર બોરના હથિયાર સાથેના ફોટા પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોસ્ટ કર્યા જોવાનું એસઓજી મોરબીની ટીમના ધ્યાને આવતા એસઓજી ટીમે તપાસ કરતા આ પરવાના વાળું હથિયાર ચિત્રાખડા ગામના જ લાલાભાઈ રૈયાભાઈ ડાભીનું હોવાનું અને તેને જ રાકેશને આપ્યું હોવાનું બહાર આવતા બન્ને વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
