વાંકાનેર: અહીંના એક વણિક આઘેડના ડાબા હાથના અંગૂઠાના નખની લંબાઈ અડધા ફૂટથી વધારે છે.
વાંકાનેર વ્હરોવાડ શેરી નં 4 માં રહેતા 69 વર્ષના શાહ કપિલચંદ્ર રતિલાલને 1970 થી જ નખ વધારવાનો શોખ હતો, તેઓ આઠ ધોરણ પાસ છે અને
હાલ નિવૃત જીવન ગાળે છે. અગાઉ ડો. ગોંડલીયા, કાંતિલાલ ભુદર અને મન્સુરઅલી વસનજીમાં કામ કરતા હતા. તેઓ ત્રણ ભાઈઓ છે, જેમાંથી મોટા
જ્યંતિલાલનો સ્વર્ગવાસ થઇ ગયેલ છે, વચેટ શિરીષ અને નખ વધારનાર કપિલચંદ્ર સૌથી નાના છે. તેમનું કહેવું છે કે નખ ધોવા માટે કેમિકલ વાપરતા નથી, સાબુથી જ ધોવે છે, વિશેષ કોઈ કાળજી રાખતા નથી, રાત્રે સૂતી વખતે
હાથ માટે માથા પાસે અલગ ઓશીકું રાખે છે, ખિસ્સામાં રહેલી વસ્તુ કાઢવા માટે મોટા નખ વાળો અંગુઠો ખિસ્સામાં નહીં જવા દેતા બહાર જ રાખી વસ્તુ કાઢી લે છે. માનસિક રીતે જ ટેવ પડી જતી હોઈ નખની કોઈ સાથે ભટકાવવાની કે અન્ય કોઈ ચિંતા રહેતી નથી. આમ છતાં
સાત-આઠ વર્ષે વધેલા નખમાં કુદરતી રીતે જ ખાંચા પડતા હોય છે અને ત્યાંથી કાળજી રાખવા છતાં નખ બટકી જાય છે. અત્યારનો ડાબા હાથનો નખ આઠેક વર્ષથી આપમેળે વધેલો છે. જયારે જમણા અંગૂઠાનો નખ જે અડધા ફૂટ જેટલો થઈને એકાદ વર્ષ પહેલા બટકી ગયેલ હતો, વધેલા નખનો ફોટો પાડવા ઘણા લોકો
આગ્રહ રાખતા હોય છે પણ તે કોઈને ફોટા પાડવા દેતા નથી. ઉલ્લેખનીય છે કે ગ્રીનીસ બુકમાં નખની લંબાઈનો રેકોર્ડ એક મહિલાના નામે છે, જેણે 1997 પછી બેય હાથના પાંચે પાંચ આંગળાના નખ કાપ્યા નથી કે બટક્યા નથી. એના નખ એટલા લાંબા છે કે તે કોઈ કામ કરી શકતી નથી.