કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભાગીને લગ્ન કરનાર દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો

પતિના હાથે પત્નીની હત્યા

પતિએ પત્નીને લાકડું ફટકાર્યા બાદ પોતાની જાતે ગળે છરી મારી લીધી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ-ઢુંવા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના વતની દંપતી વચ્ચે જીવલેણ ઝઘડો થતા પતિએ પત્નીના માથામાં લાકડાના બળતણનો ધોકો ફટકારી લીધા બાદ પત્ની બેભાન બનીને ઢળી પડતા ગભરાઈ ગયેલા પતિએ પોતાની જાતે ગળે છરી મારી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડાયો છે.

બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ પત્નીએ પણ દમ તોડી દેતા કારખાનેદારની ફરિયાદને આધારે પતિ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હત્યા અંગે ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા – માટેલ રોડ ઉપર આવેલ બ્રાવેટ ગ્રેનીટો સિરામિક કારખાનામાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામના વતની ભાવેશભાઈ હર્ષદભાઇ મકવાણા અને

તેમના પત્ની હંસાબેન ભાવેશભાઇ મકવાણા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા અન્ય કામદારોએ સિરામિક ફેકટરીના સંચાલકોને જાણ કરતા ફેકટરીના ભાગીદાર દીલીપભાઇ ઉર્ફે દિપકભાઇ ભીમજીભાઇ મેરજા સહિતના લોકો લેબર કોલીનીમાં દોડી ગયા હતા.

વધુમાં લેબર કોલોનીમાં ભાવેશભાઈ મકવાણાના રૂમમાં જોતા તેમના પત્ની હંસાબેન ભાવેશભાઇ મકવાણા બેભાન હાલતમાં જમીન ઉપર ઢળી પડેલ હતા અને ભાવેશભાઈને પણ ગળામાંથી લોહી નીકળતું હતું. આ બનાવ અંગે કારખાનેદારે ભાવેશભાઈને પૂછતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હોવાનું અને ભાવેશભાઈએ તેની પત્નીને લાકડાનું બળતણ ફટકારી દીધાનું જણાવી બાદમાં પોતે પણ પોતાની જાતે ગળાના ભાગે છરી મારી દીધેલ હોવાનું જણાવતા કારખાનેદારે પોલીસ અને 108ને જાણ કરી હતી અને હંસાબેનને હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

બીજી તરફ ભાવેશભાઈ હર્ષદભાઇ મકવાણા અને તેમના પત્ની હંસાબેન ભાવેશભાઇ મકવાણાએ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા ભોંય બનાવ અંગે ફેકટરીના ભાગીદારે બન્નેના પરિવારને જાણ કરવા છતાં એકપણ પરિવારના સભ્યો ન આવતા હત્યાના આ બનાવ અંગે ખુદ ફેકટરીના ભાગીદાર દીલીપભાઇ ઉર્ફે દિપકભાઇ ભીમજીભાઇ મેરજાએ હત્યાના આ બનાવમાં આરોપી ભાવેશ હર્ષદભાઇ મકવાણા વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!