વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત વાંકાનેર પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતોપોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોના કૌશલ્ય વિકાસ થાય સાથે જ અભ્યાસની પ્રવૃતિઓમાં વધારો થાય તેવા હેતુથી વાંકાનેર પોલીસ લાઈન ખાતે બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં
ધોરણ ૧ થી ૭ સુધીના ૩૫ જેટલા બાળકોએ ભાગ લીધો હતો ધોરણ ૧ થી ૩ માં અભ્યાસ કરતા બાળકોને ૧ થી ૩ સુધીના વિજેતા નંબર આપી ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ ધોરણ ૪ અને ૫ ના બાળકોને અને ધોરણ ૬ થી ૭ ના બાળકોને પણ ૧ થી ૩ નંબર સુધી
વિજેતા જાહેર કરી પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ દરેક ભાગ લેનાર બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી…