કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 18/09/24 ના શ્રી અમરસિંહજી કેમ્પસ ખાતે આવેલ ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કૉલેજ અને શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજ અને શ્રીમતી કુમુદબેન મેહતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. સ્ટડી સેન્ટર ખાતે તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ ૩૨ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો…

RBSK ડો. અનિલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને શરીર પર થતી આડઅસર અને આર્થિક અસર વિશે સમજણ આપવામાં આવેલ, ત્યાર બાદ કોલેજના ટ્રસ્ટી શ્રી રૂપારેલીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અર્થે માર્ગદર્શન આપવામાં આવેલ..
ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીનીઓમાંથી પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને RBSK TEAM અને MPHW ઈકબાલભાઈ પટેલ અને કોલેજના પ્રિન્સિપલ અને કોલેજના શિક્ષકો દ્વારા સફળ બનાવવામાં આવેલ. અંતે કોલેજના આચાર્ય શ્રીમતી શીતલબેન શાહ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર તથા ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ. કાર્યક્રમના અંતે બધા વિદ્યાર્થીઓને નાસ્તો કરવામાં આવેલ હતો..

Content Copying Forbidden !!

error: Content is protected !!