શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી
આયોજક ગોસ્વામી તથા તેમનો પરિવાર
વાંકાનેર:સુદામાપુરીનું ગૌરવ ગણાતા પ્રસિદ્ધ શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને વાંકાનેર મુકામે શિવમહાપુરાણ અંતર્ગત શિવકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. દેવાધિદેવ મહાદેવ તથા માં આદ્યશક્તિની કૃપાથી સર્વે પિતૃઓના મોક્ષાર્થે ગં.સ્વ. જમકુવરબેન હરેશગીરી ગોસ્વામી તથા તેમના પરિવાર દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 




આ શિવકથામાં વ્યાસાસન પર પોરબંદરનું ગૌરવ એવા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી પોતાની ભાવસભર અને સંગીતમય શૈલીથી શિવકથાનું રસપાન કરાવશે. લોકકલ્યાણ તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ શિવકથાનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે. શિવકથાનો પ્રારંભ તા. ૦૨-૦૨-૨૦૨૬, સોમવારથી થઇ ગયો છે, અને સમાપન તા. ૦૮-૦૨-૨૦૨૬, રવિવારના રોજ થશે. શિવકથાનો સમય બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી રાખવામાં આવ્યો છે. શિવકથા મોઢ બ્રાહ્મણની વાડી, વાંકાનેર મુકામે છે, આ અવસરે જમકુવરબેન ગોસ્વામી તથા તેમના પરિવાર દ્વારા તમામ શિવભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
