વાંકાનેર : તાલુકાના વાંકીયા ગામે મિત્રનો મોબાઇલ ફોન જોવા લીધા બાદ આરોપીએ ફોન પરત નહિ આપતા મિત્રએ મદદ કરી આ ફોન પરત અપાવતા આરોપીએ છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી શાહરુખભાઈ ઇકબાલશા દીવાનના મિત્ર દિપુભાઈનો મોબાઈલ ફોન આરોપી અલ્તાફ દિલાવરભાઈ ખેરડીયાએ જોવા લીધા બાદ પરત નહિ આપતા ફરિયાદી શાહરુખભાઈએ આ ફોન અલ્તાફભાઈએ પરત અપાવતા આ વાતનો ખાર રાખી અલ્તાફે શાહરુખભાઈને પેટના ભાગે છરી ઝીકી દેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.