કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

“દારુલ ઉલૂમ ગૌષે સમદાની” ની કારકિર્દી તરફ એક નઝર

વાંકાનેર: મુસ્લિમ સમાજનાં બાળકોની તાલીમ વ તર્બિયત, તેમજ કૌમો મિલ્લતની દીની રહનુમાઈ અને અકાઇદે અહલે સુન્નત વ જમાઅતની હિફાઝત માટેના નેક મકસદથી સ્થાપવામાં આવેલ સંસ્થા છે. જેની કારકિર્દીની મુખ્તસર માહિતી નીચે દર્શાવવામાં આવી છે.
* તારીખ :- ૩૦-૦૯-૧૯૯૯ ના રોજ ટ્રસ્ટ રજીસ્ટર કરવામાં આવ્યું…* તારીખ:- ૧૬-૦૧-૨૦૦૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
ત્યાર બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ અને સમાજના ૨૫૦ જેટલા બાળકોએ એડમિશન મેળવ્યું. નાઝરા, હિફઝ અને આલિમ ક્લાસ તેમજ પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરવામાં આવી.
* અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના ફઝલો કરમથી આપણી આ સંસ્થા સતત પ્રગતિના શિખરો સર કરી રહી છે. હાલમાં જ્યાં ૬૦૦ થી વધારે બાળકો દીની વ દુનિયાવી તાલીમ હાસિલ કરી રહ્યા છે.
* દીની તાલીમમાં નાઝરા, હિફઝ, કિર્અત અને આલિમ ક્લાસ ચાલુ છે અને દુનિયાવી શિક્ષણમાં ધોરણ ૬ થી ૧૨ (કોમર્સ) સુધીના ક્લાસ કાર્યરત છે…* ૨૦૦ થી વધારે બાળકો આલિમે દીન, હાફિઝે કુર્આન અને કારીએ કુર્આનની સનદ (ડીગ્રી) મેળવીને જુદી જુદી જગ્યાઓ પર દીનો સુન્નિયતની ખિદમાત અંજામ આપી રહ્યા છે. જ્યારે ૧૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨ (કોમર્સ)ની પરીક્ષા આપી ચૂક્યા છે.
* સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દીની તાલીમ હાસિલ કરવી ફરજીયાત છે, જેમાં કુર્આન-એ-કરીમ સહી મખારિજ સાથે શીખવું આવશ્યક છે અને ઉર્દૂ-અરબી લખવા અને વાંચવાની તાલીમ આપવાની સાથે અહલે સુન્નત વ જમાઅત (મસલકે આલા હઝરત)ના‌ અકીદાઓ મુજબ તથા પાયાની દીની જરૂરીયાત વાળા મસાઇલ યાદ કરાવવામાં આવે છે. આલીમ ક્લાસના બાળકોને અંગ્રેજી અને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. જેથી તેઓ ભવિષ્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે…* બાળકોને સારા વક્તા અને મુકર્રીર બનવા માટે તાલીમ આપવામાં આવે છે અને દર વર્ષે તકરીરી મુકાબલો યોજવામાં આવે છે.
* સંસ્થામાં દીની તહેવારોની ઉજવણી ખુબ જ શાનો શૌકતથી કરવામાં આવે છે. તેમજ રાષ્ટ્રીય પર્વો પણ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.
* મુસલમાન ભાઈઓને પેશ આવતા દીની મુશ્કેલ મસાઇલના લેખિત તથા મૌખિક રીતે જવાબ માટે દારુલ ઇફતાહ શરૂ કરવામાં આવેલ છે.
* આ સંસ્થા સામાજિક અને સેવાકીય છે. તેથી દીની તાલીમ લઈ રહેલા બાળકો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી દરેક વર્ગને પોષાય તેવી સામાન્ય ફી લેવામાં આવે છે અને ગરીબી રેખા નીચે આવતા બાળકોને તદ્દન ફી માફી આપવામાં આવે છે. ઉપરાંત બાળકની તંદુરસ્તી જળવાય રહે તે માટે કાળજીપૂર્વક ધ્યાન, બાળક જ્યારે બીમાર પડે ત્યારે બની શકે એટલું ઝડપી આરોગ્યની લગતી પ્રાથમિક સારવાર કરીને ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે…* રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૨ માં જાહેર કરવામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષાની તૈયારી માટે સમાજના નિસ્વાર્થ સેવાભાવી સેવકો જે દીન વ સમાજ પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે, તેઓની મદદ અને સંસ્થા દ્વારા કોચિંગ ક્લાસ તેમજ દોડ માટે પ્રેક્ટિસ વગેરે જે જરૂરી બની શકે તેટલી મહેનત કરીને શરૂ કરવામાં આવેલું હતું, જેમાં ૧૫૦થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ ક્રિએટિવ એજ્યુકેશન અને કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમ પણ સમય અંતરે કરવામાં આવે છે.
* હજ્જે બયતુલ્લાહ માટે જતા હાજી સાહેબોની તર્બીયત માટે ત્રેવીસ વર્ષથી લગાતાર હજ તર્બીયતી ઈજ્તિમા યોજવામાં આવે છે.
* સમાજમાં એહલે સુન્નત વ જમાઅતના અકીદાની હિફાઝત તથા અમલી ખરાબીઓથી રોકવા માટે વારંવાર સમાજ સુધારણા સંમેલનો યોજવામાં આવે છે…* સંસ્થામાં તાલીમ પ્રાપ્ત કરેલા હાફિઝ એ કિરામ, કારીએ કિરામ અને આલિમે દીનને સનદ આપવા અને સમાજમાં દીની જાગૃતિ લાવવા માટે દર 3-4 વર્ષે “જશ્ને દસ્તારબંદી” નું આયોજન કરવામાં આવે છે. જેમાં રાષ્ટ્ર કક્ષાના ઉલ્મા-એ-કિરામ અને દીની રહેનુમાઓને આમંત્રિત કરવામાં આવે છે.
* પ્યારા આકા સલલ્લાહો અલૈહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ કાનુનના દાયરામાં રહીને આવેદનો આપી, તહફ્ફુઝે નામુસે રીસાલત કોન્ફરન્સના આયોજનો કરીને લોકોમાં આકા કરીમની મોહબ્બતનો જઝબો બૈદાર કરવામાં આવે છે…* સમાજમાં જયારે જયારે યુવા પેઢીને સહી રહનુમાઈ આપવાની જરૂર જણાઈ છે, ત્યારે સંમેલનો બોલાવી સાચી રાહ બતાવવાનું કામ આ સંસ્થા દ્વારા બખૂબી નિભાવવામાં આવ્યુ છે. જેવી રીતે તા.૭-૫-૨૦૧૬ ના રોજ વાંકાનેર તાલુકાના સુન્ની મુસ્લિમ સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામા આવેલ, જેમાં સમાજની ઇસ્લાહ માટે ૪૨ જેટલા અગત્યતા મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક કુરઆન વ હદીષ શરીફની રોશનીમા બયાન કરવામા આવ્યા હતા.
અંતમાં, તમામ મુસલમાન ભાઇઓથી ગુઝારિશ છે,કે દારૂલ ઉલુમ ગૌષે સમદાનીની ખિદમાતનું આપની સામે ટુંકમાં વર્ણન આપવામાં આવ્યું છે.આપણી આ સંસ્થાને વધુ મજબૂત બનાવવા આપના સહકારની જરૂર છે. જેથી આપ શક્ય તેટલી મદદ કરી સવાબે જારીયાહ હાસિલ કરશો.

:: બેંક એકાઉન્ટ નંબર ::
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા,
પીપળીયારાજ શાખા
ખાતા નં. ૧૦૬૯૩૩૪૧૩૨૩
(દારૂલ ઉલૂમ ગૌષે સમદાની)
લિ. ટ્રસ્ટી મંડળ: દારુલ ઉલૂમ ગૌષે સમદાની
મુ.પીપળીયા રાજ, તા.વાંકાનેર.
જી.મોરબી (ગુજરાત). મો.૯૮૭૯૭ ૬૩૨૫૯

Content Copying Forbidden !!

error: Content is protected !!