અમરસર ફાટક પાસેથી પકડાયો
વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે હાલમાં

મોરબીના શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ ધ ગ્રાન્ડ રેસ્ટોરન્ટ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી

પોલીસે 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી પ્રકાશ રામજીભાઈ વારનેશિયા (35) રહે. ભડીયાદ કાટે સાયન્સ કોલેજ સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અને આ શખ્સની પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે

પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલમાં આર્મ્સ એક્ટ મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
