વાંકાનેર: અહીંના સંજયભાઈ વાલજીભાઈ માણસુરીયા અનાર્મ પો. કોન્સટેબલે મોટર સાયકલ પર દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પકડયો છે.
જાણવા મળ્યા મુજબ પોલીસ સ્ટાફ સરતાનપર ગામની સિમમા કમાન્ડર કારખાનાની સામે ખુલ્લા પટમા પહોંચતા ત્યાં એક ઇસમ યમાહા કંપનીનુ જી.જે-૩૬-
એ.એચ-૬૬૧૯ નંબરવાળુ મોટરસાયકલમાં પ્લાસ્ટિકનું એક બાચકુ બાંધી લઇ નીકળેલા હાર્દિકભાઇ વિજયભાઈ સંતેસરીયા (ઉ.વ ૨૨) રહેવાસી વાંકાનેર
નવાપરા વિસ્તાર રામક્રુષ્ણનગર ત્રીજી શેરી વાળો કોથળી નંગ-૧૩ સાથે પકડેલ છે. મજકુર ચાલક પાસે રહેલ મોટર સાયકલ યમાહા કંપનીનુ કબ્જે કરેલ છે. દેશી
દારૂ બાબતે પૂછતા પોતે વિજયભાઈ અશોકભાઈ સારલા જાતે કોળી રહે. ઢુવા વાળા પાસેથી લાવેલ હોવાનું જણાવેલ છે. આથી બંને સામે કાયદેસર કાર્યવાહી
કરેલ છે.