કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના ગૌ સેવકોની બેઠક મળી

ગૌ સેવકોનું અભિવાદન કરાયું

વાંકાનેર: આગામી તા.14 જાન્યુઆરીને મકરસંક્રાંતીના દિને વિવિધ વિસ્તારોમાં છાવણી ઉભી કરી ગૌમાતા માટે ડોનેશન એકત્રીત કરતા ગૌભકતો તેમજ 365 દિવસ ગૌમાતાની સેવા કરતા ગૌ સેવકો સાથે રાજકોટમાં ચર્ચા વિચારણા માટે એક બેઠક યોજાઈ હતી. જેમાં વાંકાનેર, રાજકોટ, મોરબી સહીતના 500થી વધુ ગૌભકતો ઉપસ્થિત રહ્યા હતા…આ તકે વર્ષોથી વાંકાનેરના અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ સાથે સંકળાયેલ જગદીશભાઈ શાસ્ત્રી, ઘનશ્યામભાઈ ઠકકર, વાંકાનેર ગાયત્રી શકિતપીઠના મહંત અશ્વિનબાપુ રાવલે પ્રાસંગીક પ્રવચન તથા ઉપસ્થિત તમામ ગૌ ભકતો તથા સેવકોને આશીર્વચન આપેલ હતા. બેઠકમાં પ્રારંભે ગત વર્ષે વિવિધ છાવણીઓમાં સેવા આપતા આશરે પાંચેક ગૌ ભકતોના નિધન થતા ઉપસ્થિત તમામ ગૌભકતો તથા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તમામ દિવ્ય આત્માઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી..આ તકે ઉદ્યોગપતિ જગદીશભાઈ પુજારા (ટીનાલાલ), કિશોરભાઈ જે. પુજારા, મહેશભાઈ રાજવીર, અલ્પેશભાઈ પુજારા (લાલાભાઈ), હરીશભાઈ બુધ્ધદેવ, મોરબીથી અડધીયા ગ્રુપના પરેશભાઈ કાનાબાર, તુષારભાઈ દફતરી, સુરેશભાઈ વેકરીયા, જયેશભાઈ કાનાબાર તથા જયંતિભાઈ પટેલ સહિત વિવિધ જ્ઞાતિના ગૌભકતો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા….તેમજ ઉપરોકત નામાંકીત સંસ્થા દ્વારા ગૌમાતાની સેવા બીમાર ગૌમાતાની ટ્રીટમેન્ટ, તથા ગૌ આશ્રમની વિવિધ પ્રવૃતિ કરે છે તેની વીડિયો કલીપ તમામ ભકતોને મોટી સ્ક્રીન પર બતાવવામાં આવેલ હતી. આ તકે ગૌ આશ્રમમાં જે 365 દિવસ સેવા આપતા તમામ ગૌ સેવકોને ખેસ પહેરાવી ગૌમાતા સ્મૃતિ ચિહન આપી સન્માન કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુન્નાભાઈ બુધ્ધદેવ તથા અલ્પેશભાઈ પુજારા તથા હરીભાઈ બુધ્ધદેવ દ્વારા કરવામાં આવ્યું હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!