વાંકાનેર: અહીંના રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગરમાંથી કોઈ અજાણ્યો માણસ મોટર સાયકલ ચોરી ગયાની ફરિયાદ થઇ છે.
જાણવા મળ્યા મુજબ નદીમભાઈ કમાલભાઈ કુરેશી જાતે મુસ્લીમ ખાટકી (ઉ.વ.૩૨) રહે.રાજાવડલા રોડ ગુલાબનગર વાંકાનેર ફરીયાદ
લખાવી છે કે એમની પાસે હિરો કંપનીનું સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર- GJ-03-HM-8544 વાળું છે. ગઈ તા-૧૭/૦૬/૨૦૨૪ના
રોજ રાત્રીના બે વાગ્યે પોતે બહાર ગયેલ હતો અને હિરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ જે બહાર રોડ પર પાર્ક કરી ઘરમા સુવા જતો રહેલ અને
વહેલી સવારે આશરે છએક વાગ્યાના સુમારે બહાર નીકળી જોતા ઉપરોકત જગ્યાએ મોટર સાયકલ કીંમત રૂપીયા ૨૦,૦૦૦/- જોવામાં
આવેલ નહીં, ધણી બધી જગ્યાએ શોધખોળ કરતા મળી આવેલ ના હોય કોઈ અજાણ્યો વ્યકતી ચોરી કરીને લઈ ગયેલાનુ જણાયેલ જેના ચેસીસ નંબર-MBLHA 10BWFHC72811 તથા એન્જીનના નંબHA10EWFHC21971 છે