વાંકાનેર: અહીં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલી શિવાજી પાર્ક સોસાયટીના રહીશો માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સમગ્ર સોસાયટીમાં પાણી ભરાય છે અને મોટાભાગના ઘરોમાં અથવા તો ઘરના ફળીયામાં પાણી ઘૂસી જાય છે તંત્રને રજૂઆત કરી પણ તંત્રે ધ્યાન ન આપ્યું, આખરે આ સોસાયટીના રહીશોએ મીડિયાને જાણ કરી…





આ સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયાને થોડા સમયમાં જ તંત્ર હરકતમાં આવ્યુ અને સોસાયટીમાંથી પાણી ખેંચવા માટે મશીનો મોટરો લઈ આવીને કામગીરી શરૂ કરી.. આ કામગીરી જોતા જ હાલાકી ભોગવતા સોસાયટીના લોકોમાં ખુશી જોવા મળી કેમ કે છેલ્લા બે ત્રણ દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહેલા લોકોને હવે આ હાલાકીથી છુટકારો મળશે, તેવી આશાએ લોકો તંત્રને પણ આભાર કહી રહ્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ પણ લોકો ઝંખી રહ્યા છે…
