દેશપ્રેમ, સ્વરાજયની લડાઈના યોદ્ધાના બલિદાનની ભાવના વિકસાવા મૂવી દેખાડ્યું
વાંકાનેર: પોતાની હસનપર પ્રાથમિક શાળાના ધો. 8 ના તમામ બાળકોને તેના વર્ગશિક્ષક શ્રી ધવલભાઈ મહેતા દ્વારા (પોતાના ખર્ચ સ્વરૂપે) બાળકોને ખાસ માનભેર વિદાય સન્માન માટેનું એક અનેરું પ્રેરણારૂપી વિદાય કાર્ય ગોઠવવામાં આવ્યું હતું…
આ કાર્યક્રમ માટે બાળકોને ગામના ગેટથી બાળકોને વાહનની સગવડ સાથે લજાઈ પાસે આવેલી સિનેમા Cine36 માં ખાસ મૂવી એટલે છાવા દેખાડવામાં આવ્યું જેનાથી
બાળકોમાં દેશમાટેની પ્રેમભાવના, સ્વરાજયની લડાઈના યોદ્ધાના બલિદાનની ભાવના તેમજ તેમના ઇતિહાસના વિષયને લાઇવ નિહાળવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો…
ત્યારબાદ ત્યાંથી આગળ જ આવેલી બાપા સીતારામ હોટલ અનલિમિટેડ કાઠિયાવાડી મેનૂ માં બાળકોને ભરપૂર કાઠિયાવાડી મેનુનો ખુબ જ જોરદાર જલસો પડ્યો હતો. ત્યાંથી ફરીને પાછા ગામના ગેટ પાસે બાળકોને
વ્યવસ્થિત ઉતારવામાં આવ્યા હતા. બાળકોને આ પ્રેમ પૂરો પાડીને શિક્ષકના એ દિવસને એમના જીવનનો અનેરો દિવસ બનાવ્યો હતો…
