હથિયારધારા, ટ્રાફિક અને દારૂ અંગેના ગુન્હા
વાંકાનેર: રાજકોટ પુનીતનગરમાં રહેતા કિશોરભાઈ ઠાકરશીભાઈ જાદવ જાતે-કોળી (ઉ.વ-૪૦)એ ફરીયાદ લખાવી છે કે પોતે તથા તેમના પત્નિ હીનાબેન હ્યુન્ડાઈ વર્ના કાર રજી નં-જી.જે-૦૩-જે.સી-૪૪૮૨ વાળી લઈને અમદાવાદથી ઘરે આવતા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસે પાછળ આવતા એક ટ્રક નંબર-જી.જે-૦૩-બી.વાય-૧૫૭૫ એ ફુલસ્પીડમાં આવી અને પાછળ ઠોકર મારી પાછળની સાઇડ તથા ડ્રાઈવર સાઇડમાં નુકશાન કરેલ. તેના ડ્રાઈવર સાથે કારની નુકશાની બાબતે વાતચીત કરતા નુકશાની આપવાની ના કહેતા ફરીયાદ કરેલ છે. પોલીસખાતાએ આઈ.પી.સી. કલમ ૨૭૯, ૪૨૭ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે.
હથિયાર મળી આવ્યું
કણકોટના લાલાભાઇ કરસનભાઈ માલકિયા જીનપરા જકાતનાકા પાસે બોલોરો કારમાં લોખંડનો પાઇપ અને હળવદ તાલુકાના ચુપણી ગમે રહેતા વિરમ ધનાભાઇ જેજરીયા સ્વીફ્ટ કારમાં 3 ફુટ લાંબો લાકડાનો ધોકો મળી આવતા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે.
ટ્રાફિકના ગુન્હા
સલોત શેરીના અરમાન મહંમદભાઇ કાબરા રીક્ષા નં. GJ-36-U-7345 જીનપરા જકાતનાકા પાસે અડચણરૂપ ઉભી રાખતા અને રાતાવીરડાના સંજય પનાભાઇ સુરેલા પીધેલી હાલતમાં સર્પકારે મોટર સાયકલ ચલાવતા કાયદેસર કાર્યવાહી
દારૂ સાથે ધરપકડ
રાજાવડલા રોડ યાર્ડ સામેથી યાસ્મીન ઉર્ફે જાડી રહીમભાઈ આદમાણી પાસેથી 5 લીટર, કણકોટ-2 રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા જેસા વાલાભાઇ સાડમિયા પાસેથી 15 લીટર અને પંચાસિયાના સંજય ધીરુભાઈ કોંઢીયા પાસેથી 6 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસ કાર્યવાહી.
પીધેલ પકડાયા
હસનપર બીપીએલ ક્વાર્ટરના દેવજી ભીખાભાઇ રાઠોડ, આંબેડકર નગર શેરી નં 3 ના લક્ષ્મણ કરશનભાઇ સાગઠીયા, પંચાસરના રાજેશ નરશીભાઈ પનારા અને ધમલપર- 2 ના રમેશ વિરમભાઇ દેત્રોજા પીધેલ પકડાયા.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો