બંને યુવાનો હાલ સારવારમાં
ટ્રક ચાલકે અચાનક કાઉ મારેલ
પલાંસડીથી દલડી આવતા સરધારકા પાસે બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના દલડી ગામના બે યુવાનો પલાંસડીથી એક્ટિવા લઈને દલડી આવતા હતા ત્યારે સરધારકા ગામ નજીક શ્રી લક્ષ્મી સ્ટોન ક્રસર પ્લાન્ટ પાસે સામેથી એક ટ્રક સ્પીડમાં આવતો હોય જેને અચાનક કાઉ મારતા એક્ટીવા સાથે ભટકાતા એક્સીડન્ટ થયેલ હતુ. ઈજાગ્રસ્ત એક યુવાન રાજકોટ અને બીજો યુવાન વાંકાનેર દવાખાનામાં સારવાર હેઠળ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા અબ્દુલભાઇ અલીભાઈ પરાસરા (ઉ,વ,૪૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારી પત્નીનુ નામ યાસ્મીનબેન છે. મારે સંતાનમાં મોટો દિકરો રેહાન (ઉ.વ .૧૯) અને મોહમદસુબહાનરઝા (ઉ,વ,૧૫) છે, તા. ૨૩/૦૩/૨૦૨૬ ના સાંજના મારો નાનો દિકરો મોહમદસુબહાનરઝા તથા તેનો કૌટુંબીક ભાઇ દાનીશ ગુલામમાહમદભાઈ પરાસરા એક્ટીવા રજી.નં બર GJ-03-HP-9541 વાળુ લઇને 
વાંકાનેર તાલુકાના પલાંસડી ગામે મદ્રેશા ખાતે ગયેલ હતા ત્યારે મને એક અજાણ્યા નંબરમાંથી ફોન આવેલ કે ‘તમારા દિકરા મોહમદસુબહાનરઝાનું શ્રીલક્ષ્મી સ્ટોન ક્રસર પ્લાન્ટ પાસે સરધારકા વાંકાનેર રોડ ઉપર ટ્રક સાથે એક્સીડન્ટ થયેલ છે’ આથી હું તાત્કાલીક ત્યાં જતા એક્ટીવા રોડની સાઇડમાં ભટકાયેલ આગળથી તુટેલ પડેલ હતું, તેમજ બાજુમાં એક ટાટા કંપનીનો ટ્રક રજી, નંબર GJ-15-XX-9944 વાળો પડેલ હતો અને મારા દિકરાને ડાબા પગના કાંડામાંથી પગ ભાંગી ગયેલ અને ચામડી ઉપર હતો, હાથ- વાસામાં પણ લાગેલ હતુ અને 
તેની સાથેના દાનીશને ડાબા પગમાં તથા માથામાં લાગેલ હતુ, હું બન્નેને ૧૦૮ માં વાંકાને૨ પિર મશાયખ હોસ્પીટલ ખાતે લઇ ગયેલ અને ડોક્ટરે મારા દિકરાને ડાબો પગ ચામડી ઉપર લટકતો હોય જેથી તાત્કાલીક રાજકોટ લઇ જવાનુ કહેતા તેને લઇ હું રાજકોટ રવાના થયેલ અને દાનીસના પીતા ગુલામમાહમદભાઇ પરાસરા ત્યાં રોકાયેલ હતા રાજકોટ મારા દિકરાના પગનુ ઓપરેશન કરેલ છે અને વાસામાં પણ ફેક્ચર છે, તેવુ ડોકટરે જણાવેલ છે હાલ તે ત્યાં સારવાર હેઠળ દાખલ છે તેમજ દાનીશના પગનું ઓપરેશન કરેલ છે અને તે પણ સારવારમાં દાખલ છે પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
