પગમાં ઇન્ફેકશન લાગતા પગ કપાવવો પડયો
ઈજાગ્રસ્ત પાડધરા ચોકડી પાસે આવેલ હોટલમાં જમવાનુ બનાવતા હતા
વાંકાનેર: અહીં પાડધરા ચોકડી પાસે એક શખ્સ પાડધરા ચોકડીથી માટેલ તરફ રોડની સાઇડમાં ચાલીને જતા હતા ત્યારે ગણેશ વે બ્રીજ સામે રોડ ઉપર એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે બેફિકરાઇથી ચલાવી શખ્સને હડફેટે લઈ અને તેના ડાબા પગ ઉપર ટ્રકનુ ટાયર ફરી જતા પગમાં ગંભીર ઇજા થતા પગમાં ઇન્ફેકશન લાગતા સાથળના નીચેના ભાગેથી પગ કપાવવો પડયો હતો, હોસ્પિટલનો ખર્ચ ટ્રકના માલિકે આપવાની બાંહેધરી આપેલ, પણ પછી કોઇ જવાબ ન આપતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે…
જાણવા મળ્યા મુજબ હાલ મુંબઈ રહેતા મૂળ પોરબંદરના આનંદભાઈ પ્રવિણભાઇ કારીયા (ઉ.વ.૩૮) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારા પિતાજી પ્રવિણભાઈ વાંકાનેર પાડધરા ચોકડી પાસે દેશી જમવાની હોટલ આવેલ હોય ત્યાં તેમના મિત્ર જિજ્ઞેશભાઇ સાથે જમવાનુ બનાવતા હતા ગઈ તા.૦૩/૦૧/૨૦૨૬ ના રોજ મારા મારા પિતાજી પ્રવિણભાઇ વાંકાનેર તાલુકાના પાડધરા ગામની ચોકડી પાસેથી માટેલ રોડ તરફ ચાલીને જતા હતા ત્યારે ગણેશ કાંટા સામે ટ્રક રજી.નં. GJ-32-T-6555 વાળાએ હડફેટે લેતા અકસ્માત થયેલ જેથી મારા પિતાજીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ અને તેના ડાબા પગ ઉપર ટ્રકનુ ટાયર ફરી ગયેલ, પગમાં વધુ ઇજા હોય જેથી
મોરબીથી રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ ત્યારબાદ ત્યાંથી અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ, હું અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે આવેલ અને અકસ્માત કરનાર ટ્રક રજી.નં. GJ-32-T-6555 ના માલીકના દીકરા રાહુલનો મને ફોન આવેલ કે ‘અકસ્માત અમારા ટ્રકના ડ્રાઇવરની ભુલના કારણે થયેલ છે અને તેનો દવાખાનાનો જે કંઇ ખર્ચ થશે તે અમો આપી દઈશુ’ ત્યારબાદ મારા પિતાજીને ડાબા પગમાં ઢીંચણથી નીચેના ભાગે ઇન્ફેક્શન લાગતા સાથળથી નીચેથી પગ કપાવેલ ટ્રક માલીક કારાભાઇએ ખોટો ભરોસો આપેલ અને અમે અમોએ એક મહિના સુધી રાહ જોયેલ પરંતુ ત્યારબાદ તેણે અમોને કોઇ જવાબ આપેલ નહી મારા પિતાજી આજીવન કોઈ કામ કરી શકે તેમ નથી. પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૨૮૧,૧૨૫(એ)(બી) તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
