કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

ગ્રાહકોને શું ફાયદો થશે?

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણની ગુણવત્તા સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ, 2026 થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.ક્વોલિટી બાબતે હવે ચિંતા કરવાની જરૂર નથી
અગાઉ ઘણા વાહનચાલકોને ફરિયાદ હતી કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે વાહનની માઈલેજ અને એન્જિનના પરફોર્મન્સ પર અસર થાય છે. આ બાબતે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન (FGPDA) ના ઉપપ્રમુખ મેહુલ પટેલે મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, અગાઉ ઈથેનોલની ક્વોલિટી બાબતે કોઈ ચોક્કસ ધારાધોરણો નહોતા, પરંતુ હવે સરકારે 95 RON (Research Octane Number) સાથેની ગુણવત્તા નક્કી કરી છે.
તેમણે ઉમેર્યું કે, “હવે ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે ઉચ્ચ ગુણવત્તાનું ઈથેનોલ આવવાથી વાહનચાલકોને ફાયદો થશે અને ઈંધણને લીધે થતી રોજબરોજની ટેકનિકલ સમસ્યાઓ દૂર થશે.”E20 Petrol: ગ્રાહકોને શું ફાયદો થશે?
આ નવા ઈંધણના ઉપયોગથી અનેક ફાયદાઓ થશે, જેમાં ઉચ્ચ ઓકટેન (95 RON) વાળું પેટ્રોલ એન્જિનના પરફોર્મન્સને જાળવી રાખીને એન્જિનની સુરક્ષા કરશે. આ ઉપરાંત, ઈથેનોલ મિશ્રિત ઈંધણ ઇકો-ફ્રેન્ડલી હોવાથી વાતાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું થશે અને પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. લાંબા ગાળે ઈથેનોલના વધુ ઉત્પાદનથી પેટ્રોલના ભાવ પર પણ નિયંત્રણ લાવી શકાશે, જે મોટો આર્થિક ફાયદો કરાવશે. સાથે જ, કડક ગુણવત્તા નિયંત્રણ (Quality Control) ને કારણે પેટ્રોલની શુદ્ધતા જળવાઈ રહેશે, જેથી પેટ્રોલ પંપ અને તેની સેવાઓ પર ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.
કેન્દ્ર સરકારનો આદેશ
કેન્દ્રીય પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલય (MoPNG) ના આદેશ અનુસાર, તમામ ઓઈલકંપનીઓએ 1 એપ્રિલ, 2026 થી દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં માત્ર E20 ફ્યુઅલ જ વેચવાનું રહેશે. આ નિર્ણયથી દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ મોટા ફેરફારો જોવા મળશે….

Content Copying Forbidden !!

error: Content is protected !!