કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માટેલમાં નિંદ્રાધીન જેઠ ઉપર મહિલાએ કરાવ્યો હુમલો

“એકને પૂરો કરી નાખ્યો છે હવે તું તૈયારીમાં રહેજે” તેવી રિસામણે બેઠેલા કાજલબેનની ધમકી

વાંકાનેર તાલુકાના માટેલ ગામે વાડીએ સુતેલા નિદ્રાધીન યુવાન ઉપર તેના નાના ભાઈની પત્નીના કહેવાથી ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો, આટલું જ નહીં તેના બાઈકમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્યારે બાદ ભોગ બનેલા યુવાનના

ભાઈને તેની પત્નીએ ફોન કરીને ધમકી પણ આપી હતી; જેથી હાલમાં ઇજા પામેલા યુવાનને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા મહેશભાઈ બેચરભાઈ મણદરીયા (૨૩) નામનો યુવાન માટેલ ગામે આવેલ એમોજા સિરામિક કારખાના સામે તેની વાડીએ રાત્રિના સમયે સૂતો હતો ત્યારે મોઢે બુકાની બાંધીને સાડા બારેક વાગ્યના અરસામાં ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને

નિંદ્રાધીન યુવાન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે યુવાનને માર મારવામાં આવ્યો હતો આટલું નહીં તેના બાઈકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી ત્યાર બાદ હુમલાખોર શખ્સો ત્યાંથી નાશી ગયા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર

માટે રાજકોટની સરકારી હોસ્પિટલો ખાતે લઈ જવામાં આવેલ છે અને યુવાનને માર મારવામાં આવ્યો તે ઘટના અને હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે. વધુમાં ઈજા પામેલા મહેશભાઈ મણદરીયાએ જણાવ્યું હતું કે, તેના નાના ભાઈ શૈલેષ મણદરિયાના પત્ની કાજલબેન ગત સાતમ આઠમમાં તેઓના

પિયરમાં ગયા હતા અને ત્યારબાદ તે પાછા આવ્યા નથી અને જે ત્રણ શખ્સો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે ભાગી ગયા ત્યારબાદ મહેશભાઇના નાનાં ભાઈ શૈલેષભાઈના મોબાઈલ ફોન ઉપર તેના પત્ની કાજલબેનનો ફોન આવ્યો હતો અને “એકને પૂરો કરી નાખ્યો છે હવે તું તૈયારીમાં રહેજે”

વાંકાનેર શહેરમાં 27 ધાર્મિક સ્થળો માટે નોટિસ

તેવી ધમકી તેને આપી હતી જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઈજા પામેલ યુવાનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!