વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કોલોનીમાં રહેતી બિહારની પરિણીતાએ એસિડ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું….
જાણવા મળ્યા મુજબ માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા જ્યોતિબેન રૂપેશભાઈ યાદવ ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા પ્રથમ વાંકાનેર સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવતા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે…