વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી ગયા હતા




જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા ભારતીબેન આંબાભાઈ બાવરીયા નામના 38 વર્ષીય મહિલા ગારીયા ગામે વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી સ્ટાફના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
