પત્ની પિયર ગઈ હતી, લગ્ન છ માસ પહેલા જ થયા હતા
વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. હોસ્પિટલે ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા પ્રકાશભાઈ લાખાભાઈ ઝાલા જાતે કોળી (૨૧)એ રાત્રિના નવ વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા તેના ડેડબોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવીની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા વનરાજસિંહ બાબરીયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનના લગ્ન છ મહિના પહેલા થયા હતા અને તેના પત્ની માવતર ગયા હતા દરમિયાન તેણે પોતાના ઘરે આવીને જમવાનું માંગ્યું હતું, ત્યારે તેની માતાને પેટમાં દુખતું હોવાથી માતાએ તેને જાતે જમવાનું લઈ લેવા માટે કહ્યું હતું. ત્યાર બાદ તે પોતાના રૂમમાં જતો રહ્યો હતો અને તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. વધુમાં મૃતકના પરિવારજનોના કહેવા પ્રમાણે આ યુવાન તામસી મગજનો હતો અને તેને અગાઉ પણ એક વખત આપઘાત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે હાલમાં આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.