મૃતક કલર કરવાનું કામ કરતા હતા
વાંકાનેર તાલુકાના ધમલપર-1 ગામે રહેતા ધરમશીભાઈ ભરતભાઈ અબાસણીયા ઉ.32 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.



જાણવા મળ્યા મુજબ તેઓ ચાર ભાઈ છે, મચ્છુ નદીના કાંઠે આવેલ જુના ધમલપરમાં રહેતા મૃતક કલર કરવાનું કામ કરતા હતા, તેમના પત્ની રિસામણે હોવાની માહિતી મળી છે….
