કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કારખાનામાંથી બે લાખ જેટલી મત્તા ચોરનાર ઝડપાયા

ઢુવામાં દારૂ વેચનાર/ આપનાર સામે ફરિયાદ

વેચનાર આરોપી તરીકે સ્વાભાવિકપણે મહિલા

વાંકાનેર: દેશી દારૂ વેચાણના હોટ સેન્ટર તરીકે કુખ્યાત બનેલ તાલુકાના ઢુવા ગામે પેરોલ ફર્લો સ્કોડ મોરબીના સ્ટાફે ઢુવા ગામની સીમમાંથી દારૂ લીટર ૧૧૨ કિંમત રૂ, ૨૨૦૦ નો પકડી બે આરોપી સામે ગુન્હો નોંધ્યો છે, ઉલ્લેખનીય છે કે અહીં પકડાતા આરોપીઓમાં મોટા ભાગે મહિલાઓ જ હોય છે…..

જાણવા મળ્યા મુજબ હસીનાબેન અબ્દુલભાઈ ગગુભાઈ ભટ્ટી (ઉ.55) હાલ રહેવાસી વીશીપરા ઈમામના ઓટા પાસે મોરબી મુળ રહેવાસી સુરેન્દ્રનગર ટાવર પાસે અબુ બકરના ડેલા પાસે વાળાને પેરોલ ફર્લો સ્કોડ મોરબીના એ.એસ.આઈ, ઈશ્વરભાઈ મેલાભાઈ કલોતરાએ ઢુવા ગામની સીમમાં કમાન્ડર કારખાના પાસે, ખરાબામાંથી પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટીકની

કોથળીઓ નંગ ૪૪ દેશી દારૂ લીટર ૧૧૨ કિંમત રૂ, ૨૨૦૦ નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મળી આવી તેમજ દેશી દારૂનો જથ્થો આપનાર આરોપી નંબર (૨) વિજયભાઈ અશોકભાઈ ચારલા રહેવાસી ઢુવા તા. વાંકાનેર નાઓ સ્થળ પર હાજર નહી મળી આવી બંન્ને સામે ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫એ, ૮૧ મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!