કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સગીરાનું અપહરણ કરનાર ઢુવાથી ઝડપાયો

દેશી દારૂ વીરપરથી ઢુવા આવ્યો: એલસીબીએ પક્ડયો

એક આરોપી મહિલા

વાંકાનેર: તાલુકામાં દેશી દારૂ વેચાણનું હબ ગણાતા ઢુવામાં એલસીબી મોરબીના સ્ટાફે દરોડો પડી રૂપિયા ૧૨૦૦૦/નો નો દેશી દારૂ કબ્જે કરેલ છે, દારૂ કોની પાસેથી મેળવેલ, એવું પૂછતાં મહિલા આરોપીએ નામ-સરનામાની ખબર નહીં હોવાનું જણાવતા માત્ર ગામ વીરપર (તા: વાંકાનેર) અને મોબાઈલ નંબર આપેલ, જેથી એલસીબી ખાતાએ મહિલા અને તે મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ દાખલ કરેલ છે….

જાણવા મળ્યા મુજબ મહીલા આરોપી ચકુબેન અશ્વિનભાઈ વિજયભાઈ ચારોલીયા (ઉ.25) રહે. ઢુવા માટેલ રોડ દ્વારાકાધીશ હોટલની બાજુમાં એ ગેરકાયદેસર પ્લાસ્ટીકના બાચકા નંગ-૫ માં પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૨૪૦ દેશીદારૂ લીટર-૬૦ રૂ, ૧૨૦૦૦/નો વેચાણ કરવાના ઇરાદે આરોપી વીરપરના રહેવાશી કે જેના

મોબાઈલ નં . 9099337018 છે, તેમની પાસેથી મેળવી પોતાના કબ્જામાં રાખી એકબીજા સાથે મેળાપીપણુ કરી રેઇડ દરમ્યાન આરોપી નં.૧ હાજર મળી આવી તથા આરોપી નં, ૨ હાજર નહીં મળી આવતા ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫-ઇ, ૮૧ મુજબ એલ.સી.બી. મોરબીના પો.હેડ.કોન્સ. શકિતસિંહ લખધીરસિંહ ઝાલા અને એલ,સીબી, ના પો,કોન્સ, ભગીરથસિં હ વિજયસિંહ ઝાલા એ નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!