9 પાસ અરજી કરી શકશે
25 ઓગસ્ટ સુધી એસ.પી. કચેરી ખાતે અરજી ફોર્મ મેળવી તથા જમા કરાવી શકશે
વાંકાનેર તાલુકામાં સુવ્યવસ્થિત ટ્રાફિક નિયમન માટે મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાંકાનેર શહેર માટે ટ્રાફિક બ્રિગેડ (TRB) સભ્યોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં વાંકાનેર વિસ્તારના યોગ્યતા ધરાવતા પુરુષ તેમજ મહિલા માનદ સેવકોની પસંદગી કરવામાં આવશે.



ઉમેદવારો માટે જરૂરી લાયકાત અને શરતો
ઉમર: 18 થી 40 વર્ષ વચ્ચેની વય મર્યાદા.
શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછું ધોરણ 9 પાસ.
શારીરિક ઊંચાઈ: પુરુષ ઉમેદવારો માટે 5 ફૂટ 5 ઇંચ અને મહિલા ઉમેદવારો માટે 5 ફૂટ.
રહેવાસી વાંકાનેર નગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઈએ.
ચરિત્ર ઉમેદવાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઈતિહાસ કે ગુનો નોંધાયેલો હોવો જોઈએ નહીં
અરજી ફોર્મ મેળવવાનું અને જમા કરાવવાનું સરનામું
આ અંગેનું નિયત અરજી ફોર્મ સો-ઓરડી રોડ પર કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી પોલીસ અધીક્ષકની કચેરી, ટ્રાફિક શાખા (રૂમ નં-11) ખાતેથી મેળવી શકાશે.
ઈચ્છુક અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ પોતાના જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથેનું ફોર્મ તા. 15/08/2026 થી તા.
25/08/2026 સુધીમાં એસ.પી. કચેરી, રૂમ નં-11, ટ્રાફિક શાખા ખાતે જમા કરાવવાનું રહેશે…

