ભાઈ અને બે ભાભીઓ સામે ફરિયાદ
મકાન માટે ભાઇ સાથે અગાઉથી ઝગડો ચાલતો હતો
વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામમાં ઘર પાસે આવી દેકારો કરતા હોય ફરીયાદી ઘર બહાર આવતા તેને ગાળો દેવા લાગેલ, ગાળો દેવાની ના પાડતા ફરિયાદીના ભાઈએ લાકડી માથામાં એક ઘા મારેલ તથા ફરિયાદીના બીજા ભાઈએ તથા બે ભાભીઓએ ઢીકાપાટુનો માર મારી સામાન્ય ઇજા પહોચાડી જતા જતા ધમકી આપી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજી.સા. મોરબીના હથીયાર બંધીના જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા (ઉ.વ.૩૨) ધંધો. ડ્રાઈવિંગ વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ સવારના પોતે ઘરે સુતા હતા ત્યારે ઘરની બહાર દેકારો થતો હોય જાગીને બહાર ગયેલ ત્યારે તેમના ભાઈ અનવરભાઇ ઇસ્માઇલભાઈ વડાવીયા, અસરફભાઇ ઇસ્માઇલભાઈ વડાવીયા, એમના ભાભી ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા તથા રૂબીયાબેન અસરફભાઇ વડાવીયા ચારેય ફરિયાદીને જેમફાવે તેમ ગાળો દેવા લાગેલ, ગાળો દેવાની ના પાડતા અનવરભાઈએ લાકડી માથાના ભાગે એક ઘા મારેલ અને અસરફભાઈ તથા ફેમીદાબેન તથા રૂબિયાબેન ત્રણેય ઢીકાપાટુ મારવા લાગેલ જેથી ફરિયાદીના પત્નિએ ત્યાં આવી છોડાવેલ સામેવાળા લોકો ત્યાંથી જતા જતા કહેતા ગયેલ કે ‘આજ તો તુ બચી ગયો, હવે પછી ભેગો થાયશ તો પાડી દેશુ’

બાદ ફરિયાદીના પત્નિએ ૧૦૮ માં ફોન કરી બોલાવતા તેમાં ફરિયાદીને વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ ગયેલ, જ્યાં ડોક્ટર સાહેબે પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફ૨ કરેલ હતા.
ફરીયાદ મોડી કરવાનુ કારણ એ છે કે સારવાર આપી રજા આપી દીધા બાદ ફરિયાદી કર્ણાટક ગાડીમાં ડ્રાઇવીંગ કરવા જતા રહેલ હતા, આ બનાવ બનવાનુ કારણ એ છે કે મકાન માટે ભાઇ સાથે અગાઉથી ઝગડો ચાલતો હોય અને ફરિયાદીના ઘરે આવવા જવાનો રસ્તો પણ તે લોકોએ બંધ કરી દીધેલ જે બાબતે અમારે ઝગડો થયેલ હતો
પોલીસ ખાતાએ (1) અનવરભાઈ ઇસ્માઈલભાઈ વડાવીયા (2) અસરફભાઈ ઇસ્માઈલભાઈ વડાવીયા (3) ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા (4) રૂબીયાબેન અસરફભાઈ વડાવીયા રહે. બધા રાજાવડલા વિરુદ્ધ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા(૨૦૨૩) ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ તથા ગુન્હામાં એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજી.સા. મોરબીના હથીયાર બંધીના જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

