વરડુસર નજીકનો બનાવ
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતો એક યુવાન ઊંચાઈ ઉપરથી પડી જતા ઈજા થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો…



જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા રાજારામ ભક્તિરામ દુધરેજીયા (ઉ.35) નામનો યુવાન વરડુસર નજીક ઊંચાઈ ઉપરથી પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

