પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજો ચકાસવાની કામગીરી ચાલુ
વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડકેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ટંકારાના યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ આવેલ છે આ સરતાનપર રોડ ઉપર ગત તા.૩૦-૯ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં પાંજરાપોળ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.
જેમાં બાઈક લઈને જઈ રહેલા ચિંતન ઘનશ્યામભાઈ કટારીયા પટેલ (ઉમર ૨૩) રહે. ટંકારા જીલ્લો મોરબી નામના યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા બનાવની હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
જેથી હાલ તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર મહેશભાઈ કાંગરા દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
તેઓના પાસેથી મળતી માહિતી પ્રમાણે ચિંતનભાઈ કટારીયા બાઈક લઈને જતા હતા, ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેમને હડફેટે લીધા હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે; માટે આ દિશામાં તપાસ માટે સીસીટીવી ફૂટેજો ચકાસવાની આગળની કામગીરી ચાલુ છે.