કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સગર્ભા પત્નીને મૂકી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત

જાણવા મળ્‍યા મુજબ વિષ્‍ણુ નંદુભાઇ કરીજા (ઉ.વ.૨૨) નામના યુવાનનું વાંકાનેર બાઉન્‍ડ્રી નજીક નવાપરામાં બાઇક અકસ્‍માતમાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેની પત્‍નિ હાલમાં સગર્ભા હતી. તેણીને વતન જવું હોઇ બીજા લોકો વતન જતાં હોવાથી વિષ્‍ણુ ગત સાંજે પત્‍નિને બાઇકમાં બેસાડી વાંકાનેર બાઉન્‍ડ્રી પાસે મુકવા આવ્‍યો હતો. અહિથી પત્‍નિ બીજા સગા સાથે વતન જવા નીકળ્‍યા પછી બાઇક હંકારી વિષ્‍ણુ મોરબી ઘર તરફ જતો હતો ત્‍યારે રસ્‍તામાં અકસ્‍માત નડતાં ગંભીર ઇજા પહોંચી હતી. શરૂઆતમાં અજાણ્‍યા યુવાન તરીકે તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જ્યાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. તપાસમાંઆ યુવાનની ઓળખ થઇ હતી. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો. મુળ મધ્‍યપ્રદેશનો મોરબીમાં દરિયાલાલ કાંટા પાસે રૂમ રાખીને રહેતો અને કંપનીમાં નોકરી કરતાં હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!