કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

લુણસરિયા પાસે આપઘાત કરનાર યુવાન ઓળખાયો

બીટ કોઈનના નામે છેતરપીડીનો ભોગ બનતા માલગાડી હેઠળ પડતુ મૂકેલું

વાંકાનેર તાલુકાના બોકડથંભાથી લુણસરિયા વચ્ચેથી પસાર થતી માલગાડી હેઠળ કપાઈ જવાથી અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનું મોત નીપજયું હતુ.જેથી બનાવ અંગેની રેલ્વેના કર્મચારીએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે

મૃતક યુવાન હાલ મોરબીના જોધપર ગામે રહીને મજૂરી કામ કરતો હતો અને બીટ કોઈનના નામે તેની સાથે કોઇએ રૂપિયા 18,000 ની છેતરપિંડી કરી હોય તે બાબતને લઈને તેણે અંતિમ પગલું ભરી લીધુ હોવાનું હાલ સામે આવ્યું છે. આ બાબતે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ બોકડથંભા અને લુણસરિયા ગામ વચ્ચે રેલ્વે લાઈન ઉપરથી કોઈ માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે

તા.18-6 ના રોજ બપોરના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન માલગાડી હેઠળ કપાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવ અંગેની રેલ્વે સ્ટેશનના કર્મચારી વિશાલભાઈ શેખ રહે. લુણસરિયા રેલવે સ્ટેશન વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની

કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ કરતા સામે આવ્યુ હતુ કે મૃતકનું નામ પુનીતભાઈ જીવણભાઈ સોળમીયા જાતે કોળી (ઉ.વ.૨૦) હાલ રહે. જોધપર નદી તા.જી.મોરબી; મુળ ગામ ઉમરડા તા.મૂળી જી. સુરેન્દ્રનગર હોવાનું ખુલ્યુ હતુ. પુનિત કોડીએ શા માટે

આપઘાત કર્યો..? તે દિશામાં તપાસ કરતાં સામે આવ્યું હતું કે તે સિરામીક યુનીટમાં સાઈઝીંગ મશીનમાં મજુરી કામ કરતો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તેના મોટા બાપુના દિકરાની સાથે મોરબીના જોધપર ગામે રહેતો હતો. મોબાઈલ વડે તેની સાથે કોઈએ સંપર્ક કરીને તેને બીટ કોઈનમાં રોકાણ કરવા બાબતે રૂપીયા 18,000 ની છેતરપિંડી કરી હતી. તે વાતને લઈને તેને લાગી આવતા પુનીતે ઉપરોક્ત પગલું ભરી

લીધું હતું. વધુમાં મળતી માહિતી પ્રમાણે સામેવાળી વ્યક્તિ (ચીટર) સાથે જે વોટસએપ ચેટ થઈ હતી, તેમાં કટકે કટકે પૈસા મોકલ્યા હોવાની વાતનો અને છેલ્લે “તમારા કારણે હું આપઘાત કરવા જાઉં છું.” તેવું સામેવાળા સાથેની ચેટમાં લખીને પોતાનો મોબાઈલ

કારખાનાના થેલામાં મૂકીને પુનીત તા.૧૮ ના બપોરના એકાદ વાગ્યે કારખાનેથી નીકળી ગયો હતો અને બાદમાં ઉપરોકત સ્થળે જઈને આપઘાત કરી લીધો હતો, હાલ પોલીસ દ્વારા તે મોબાઈલ પણ જપ્ત કરીને આ દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!