ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તેની તપાસ શરૂ
વાંકાનેર: તાલુકાના કાશીપર ગામની સીમમાં યુવાને પોતાની જ વાડીમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતી કામ કરતા મુન્નાભાઈ લખમણભાઇ માલકીયા (ઉ.44) નામના યુવાને ગઈકાલે બપોરના સમયે કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે વાડીએ હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને 

આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ડી.એમ. રાંકજા ચલાવી રહ્યા છે…
