કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

AAA GROUP દ્વારા 5 ઠંડા પાણીનાં પરબ ખુલ્લા મુકાયા

AAA GROUP દ્વારા 5 ઠંડા પાણીનાં પરબ ખુલ્લા મુકાયા

વાંકાનેર: તા.08/03/2026 ખાસ એવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા સાથે વાંકાનેર શહેર ખાતે કુલ 5 જગ્યાએ ઠંડા પાણીનાં પરબને ખુલ્લા મુકવામાં આવ્યા હતા, આ તકે આજના ખાસ સેવાકાર્ય ની શરૂઆત જૈન શાસનનાં નિયમ અનુસાર 3 નવકાર મંત્ર ગણી અને માંગલિક ફરમાવી કરવામાં આવ્યું જેમાં ખાસ અતિથિ વિશેષ એવા વાંકાનેરનાં ચીફ ઓફિસરશ્રી ધવલભાઈ વેકરીયા સાહેબનાં અને તમામ AAA GROUP સભ્યોનાં વરદ હસ્તે આ પાણીના પરબને ખુલ્લું મુકવામાં આવ્યું હતું
આ તકે સાહેબશ્રી સહ તમામ AAA GROUP WANKANER નાં સભ્યો, પાણીના પરબ માટે આવતા મહાદાન બદલ પણ તમામ દાતાશ્રીનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો, વાંકાનેર તાલુકાની સમગ્ર પ્રેમાળ જનતાને ખાસ તમામ 5 જગ્યાના પાણીના પરબનો અચૂક અને ખાસ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે, જેમના સ્થળ 1.ભાવિકા એન્ટરપ્રાઇઝ રસાલા રોડ
2.અજય ટ્રેડર્સ દાણાપીઠ ચોક આગળ
3.રામ રસ HDFC બેંક સામે શ્યામવાડી આગળ
4.સૌરાષ્ટ્ર હેર સલૂન દિવાનપરા મેઈન રોડ પર
5.આદ્યશકિત ટેલિકોમ જીનપરા મેઈન રોડ બાલમંદિર પાસે
ઉપરોકત જગ્યાએ અમુક રજા સિવાયનાં દિવસોમાં અવિરત પાણીના પરબ 100 દિવસ ચાલતા રહેશે જેની આપ તમામ ખાસ નોંધ લેશો: અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ- વાંકાનેર

Content Copying Forbidden !!

error: Content is protected !!