કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આજે કતલની  રાત: કોણ જીતશે ? જબરૂ સસ્પેન્શન

બધા દાણા નખાશે : કીમિયા અજમાવવામાં આવશે: એડીચોટીનું જોર લગાવશે 

ત્રણેય મુખ્ય હરીફ પક્ષોએ પોતાની પુરી તાકાત અજમાવી લીધી છે. એકએક પાસાનો વિચાર કરી પુરા જોરથી પ્રચાર કર્યો છે. શામ, દામ , દંડ, ભેદની રીતો અજમાવાઈ ગઈ છે. કાલે જનતા એનો ફેંસલો મતપેટીમાં નાખશે. ગુજરાતની ગાદીએ કોણ બેસે છે, એના પર આખા દેશની નજર છે. મીડિયામાં પણ ખાસ્સી ચર્ચા થઇ ચુકી છે. મોદી અને અમિત શાહ માટે આ ચૂંટણી ભવિષ્ય નક્કી કરશે. દેશ માટે પણ દિશાસૂચક બની રહેશે.

        વાંકાનેરમાં કોણ જીતે, તેની ચર્ચા અને અનુમાન લાગી રહ્યા છે. છાતી ઠોકીને જીતનો દાવો કોઈ કરી શકે તેમ નથી. પલડું સમતોલ ટકી ગયું છે. જરાક અમથું વજન એક બાજુ વધે તો પલડું તે તરફ નમે, એવી સ્થિતિ છે. જો અને તો માં સમીક્ષા આવીને અટકે છે. ઘડીક એકની તો ઘડીક બીજાની જીતનો આભાસ ઉપસે છે. જે જીતે તે પણ, જીત બહુ ઓછા મતની થશે, એવું લાગે છે. ગયા વખતે માત્ર 681 મત આમથી તેમ થાત તો પરિણામ જુદું જ આવત.

        આજે કતલની રાત કહેવાય છે. રાત્રી પહેરો ગોઠવાશે, દારૂના ટીપણા ઠલવાશે. મિજબાનીઓ ગોઠવાશે. નાણાંની કોથળી ખુલી મુકાશે. પરિણામ 8 તારીખે આવશે, જનતામાં એવી છાપ છે. ક્યાં ગામમાં કેટલું મતદાન થયું, એના આંકડા સાથે કાલે ફરી મળીશું પણ આ માટે તમારે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવવા જરૂરી પ્રક્રિયા કરવાની રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!