વાંકાનેરથી બાઈક ચોરી કરી રાજકોટમાં કનૈયા ચોક પાસે મૂકેલું
વાંકાનેર: બીજેથી ચોરી કરેલું વાહન વાંકાનેરમાં ધંધો કરતા શખ્સે અહીં પણ વાહન ચોરી કરી રાજકોટ મૂકી ત્યાં પણ વાહન ચોરી કરી હતી…

જાણવા મળ્યા મુજબ ધંધો કરતાં તસ્કરને રાજકોટ ગાંધીગ્રામ પોલીસે દબોચી લીધો હતો. એક જગ્યાએથી વાહન ચોરી તેને રેઢું મુકી ત્યાંથી રીક્ષા ચોરી કરતા મોરબીના શખ્સને પકડી ત્રણ વાહન ચોરીનો ભેદ પણ પોલીસે ઉકેલી નાંખ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાની રાહબરીમાં પીએસઆઈ એસ.એલ.ગોહીલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં, ત્યારે સાથેના કોન્સ્ટેબલ મુકેશ સબાડ, સોહીતદાન ગઢવી, પ્રદિપ ડાંગરને મળેલ ચોકકસ બાતમીના આધારે શીતલપાર્ક સર્કલથી સંજયનગર તરફ જવાના રોડ પરથી ચોરાઉ ઓટો રીક્ષા સાથે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગોવિંદ પરમાર (ઉ.વ.24) (રહે.મોરબીમાં રખડતો ભટકતો)ને દબોચી ત્રણ વાહનો રૂ. લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલ્યા હતો…
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે તસ્કર રીઢો ગુનેગાર છે અને તેને પ્રથમ માધાપર ચોકડીએથી બાઈક ચોર્યા બાદ તે બાઈક રામાપીર ચોકડીએ મુકી ત્યાંથી રીક્ષા ચોરી કરી વાંકાનેરમાં ધંધો કરવા લાગ્યો હતો. જે બાદ રીક્ષા ખરાબ થતાં ત્યાં મુકી ત્યાંથી બાઈક ચોરી કરી રાજકોટમાં કનૈયા ચોક પાસે મુકી ત્યાંથી ઓટો રીક્ષાની ચોરી કરી ફેરવવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે તસ્કર વિરૂદ્ધ અનેક વાહન ચોરીના ગુના નોંધાયેલ છે…