કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અરણીટીંબામાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી

અરણીટીંબામાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી

પોલીસ તપાસ શરૂ

વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામમાંથી જનેતાએ પોતાની તાજી જન્મેલી નવજાત બાળકીને ત્યજી દેતા, બિનવારસી હાલતમાં પડેલી આ માસૂમ બાળકીને રખડતા હિંસક પ્રાણીઓએ ફાડી ખાધી હોવાનું લોહીલુહાણ દ્રશ્ય સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વાંકાનેર પંથકમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળેલ માહિતી મુજબ અરણીટીંબા ગામની સીમમાં કોઈ અજાણી મહિલાએ પોતાનું પાપ છુપાવવા અથવા અન્ય કોઈ સામાજિક કારણોસર તાજી જન્મેલી માસૂમ બાળકીને નિઃસહાય હાલતમાં ખુલ્લામાં ફેંકીને આ જનેતા પલાયન થઈ ગઈ હતી. આ નિરાધાર બાળકી પર રખડતા શ્વાન અથવા જંગલી જાનવરો તૂટી પડ્યા હતા.વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તુરંત વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!