ટંકારાના યુવાનનું મોત: ત્રણ ઘાયલ
વાંકાનેર શહેર નજીક હાઇવે પર કેરાળા ગામના બોર્ડ પાસે ગઈ કાલ રાત્રીના દસ વાગ્યાની આસપાસ એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા કાર સવાર એક યુવાનનું ધટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું,
જ્યારે અન્ય ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે પર ગઈ કાલે રાત્રિના દસ વાગ્યાની આસપાસ એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પરથી પસાર થતી વોલ્ક્સવેગન પોલો કાર નં. GJ 21 AQ 6845 કેરાળા ગામના બોર્ડ સાથે રાજા પેટ્રોલ પંપ સામે આગળ જતાં
એક ટ્રક નં. GJ 36 7 7952 પાછળ ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં સમીરભાઈ અનવરભાઇ સરવદી (રહે. ટંકારા) નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય શાહરૂખભાઇ, અમીનભાઇ તથા એહમદભાઇ નામના ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જે ત્રણેય યુવાનો પણ ટંકારાના વતની હોવાનું જાણવા મળ્યું છે. બાબતે અકસ્માતની જાણ થતાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા…