વાંકાનેર: પાંચદ્વારકા પાસે મીતાણાના મોટર સાયકલ ચાલકને અજાણ્યા બોલેરોએ હડફેટે લેતા ઇજા થતા સારવાર માટે દવાખાનામાં દાખલ થયેલ છે…
જાણવા મળ્યા મુજબ કડીયા કામ કરતા મીતાણાના પ્રભુનગર પાણીના ટાંકા પાસે પડધરી રોડ તા.ટંકારા વાળા મહેશભાઇ ગોરધનભાઈ પારઘી (ઉ.વ.૪૩) એ ફરીયાદ લખાવેલ છે કે તા. ૦૩/૦૧/૨૦૨૫ ના સાંજના પોતે તથા એમના ગામના મીસ્ત્રી રતીલાલભાઇ ખોડીદાસભાઇ
મારૂ હીરો હોન્ડા સ્પલેન્ડર પ્રો રજી.નંબર.GJ 03 EJ 7847 વાળુ લઇ ઘરના મકાન ઉપર દરવાજા ફીટ કરવા દરવાજા લેવા વાંકાનેર તરફ જતા હતા તે દરમ્યાન પાંચદ્રારકા ગામના પાટીયાથી થોડુ આગળ એક ગેરેજ આવેલ છે, ત્યાથી થોડુ આગળ ઢાળ વાળા ૨સ્તે પોહચેલ તે
વખતે રસ્તો ટેકરાવાળો હોય અને થોડો વણાક પણ હોય પોતે સાઇડમા હતો અને અચાનક જ એક બોલેરો/યુટીલીટી જેવુ સફેદ કલરનુ ફોરવ્હીલ વાહન એકદમ સામે આવી ગયેલ અને એકદમ મોટર સાયકલ સાથે ભટકાડેલ જેથી ફંગોળાઇને પડી ગયેલ હતા. જમણા
સાથળમા તથા પગમા અલગ અલગ જગ્યાએ ઈજાઓ થયેલ અને રતીલાલભાઈને જમણા પગે તળીયે આખા પંજામા ચીરો પડી ગયેલો. બોલેરો જેવુ વાહન ત્યા ઉભુ રહેલ નહી અને કોઇએ ૧૦૮ એમ્બ્યુલન્સમા ફોન કરતા સારવાર કરાવવા માટે વાંકાનેર સરકારી હોસ્પીટલ
ખાતે લાવેલ અને દવાખાને ફરિયાદીના પિતા ગોરધનભાઈ તથા કાકા ધનજીભાઈ ડાયાભાઈ પારઘી તથા ભત્રીજો અશોકભાઈ રવજીભાઈ પારધી આવેલ હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયેલ છે. પોલીસ ખાતાએ બી.એન.એસ. કલમ 281, 125 (એ))બી) તથા એમ.વી. એક્ટ 177,184, 134 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
