લાલપર ગામે રહેતા શખ્સને મિત્રએ લીધેલા નવા મોબાઈલ ફોનની પાર્ટી આપી હતી
કેરાળા ગામના પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માત અંગે ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કેરાળા ગામના પાટિયા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા ટંકારાના રહેવાસી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતા. આ અકસ્માતની ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને
મિત્રએ લીધેલા નવા મોબાઈલ ફોનની પાર્ટી લેવા જતા સમયે આ અકસ્માત સર્જાતા મિત્રએ જીવ ગુમાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના લાલપર ગામે રહેતા શાહરુખભાઇ ઇસ્માઇલભાઇ બ્લોચ નામના યુવાને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8ના રોજ રાત્રીના સમયે તેમના મિત્ર અમીન અલીભાઇ ભાણુ, અહેમદ અનવરભાઇ ભાણુ તથા સમીર અનવરભાઇ સર્વદી સાથે બેઠા હતા ત્યારે
મિત્ર અમીન અલીભાઈ ભાણુએ નવો મોબાઈલ લીધો હોય તેની ખુશીમાં નાસ્તાની પાર્ટી આપવા નક્કી કરતા ચારેય મિત્રો સમીર અનવરભાઈ સર્વદીની વોક્સ વેગન કારમાં બેસી વાંકાનેર અમરસર ફાટક પાસે નાસ્તો કરવા જવા નીકળ્યા હતા. એવામાં કેરાળા ગામના બોર્ડની સામે દ્વારકાધીશ હોટલ પાસે નાલા ઉપર પુરપાટ વેગે ગાડી ચલાવી રહેલા સમીર અનવરભાઈ સર્વદીએ ટ્રક પાછળ કાર ઘુસાડી દેતા સમીર અનવરભાઈ સર્વદીનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય ત્રણેય મિત્રોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં આરોપી સમીર અનવરભાઈ સર્વદી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.