કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરમાંથી વાહનચોરીની કબૂલાત કરતો આરોપી

રાજકોટ: બેડીપરામાં આવેલ કેસરીહિન્દ પુલ નીચેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે શાસ્ત્રી મેદાનમાં રહેતો કુખ્યાત વાહનચોર રાહુલ ઉર્ફે ટકાને બી ડીવીઝન પોલીસની ટીમે દબોચી રૂા.97 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ કે.જે.કરપડાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારૂ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડકોન્સ્ટેબલ રાજેશ બાળા, કોન્સ્ટેબલ ભાનુશંકર ધાંધલા, પંકજ માળીને મળેલ ચોકકસ બાતમીના આધારે બેડીપરા નજીકકેસરીહિન્દ પુલ નીચે હનુમાનજીના મંદિર પાસેથી ત્રણ ચોરાઉ બાઈક સાથે રાહુલ ઉર્ફે ટકો અશોક વિકાણી (ઉ.21) રહે. શાસ્ત્રીમેદાનની ફુટપાથ પર ને ઝડપી પાડી રૂા.97 હજારનો મુદામાલ કબ્જે કરી પુછતાછ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર આરોપી છેલ્લા બે મહિનાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રે અને દિવસે હેન્ડલ લોક માર્યાવગરના પાર્ક કરેલ બાઈક ડાયરેકટ કરી ચોરી કરી નાસી છુટવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. ઉલ્લેખનીય છે કે તસ્કર વિરુદ્ધ રાજકોટ, વાંકાનેર સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ વાહનચોરીના ગુન્હા નોંધાયેલ છે.

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!