કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકિયામાંથી હત્યાનો આરોપી ઝડપાયો : ભેદ ઉકેલાયો

પારકી પરણેતરને ભગાડવાનો મામલો

વાંકાનેર: મોરબીના લીલાપર કેનાલ રોડ ઊપર કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા અજાણી મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ખુલ્યું હતું. જો કે, મહિલાની ઓળખ નહિ મળતા હત્યાનો ભેદ વધુ ઘેરો બન્યો હતો, પોલીસે મધ્યપ્રદેશ રાજ્યમાં બનાવ અંગે પ્રસિદ્ધ કરવાતા એક મહિલાના પતિએ સીટી એ ડિવિઝન પોલીસને ફોન કરતા સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો અને હત્યારો પોલીસ ગિરફતમાં આવી ગયો છે. મોરબીના લીલાપર રોડ ઉપર કેનાલમાં અજાણી મહિલાની હત્યાના બનાવ અંગે સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાના મોબાઇલમા મધ્યપ્રદેશના જાંબવાથી ફોન આવેલ હતો જેમા તેઓએ જણાવેલ કે આ લાશ મળેલ છે તેના ફોટા તેને મળેલ છે અને મૃતક તેમની પત્ની સુનિતા હોવાનું તેમજ તેણીની ગુમસુધા નોંધ જાંબવા જિલ્લાના કાકનવાણી પોલીસ સ્ટેશનમા 14મીના રોજ કરવામા આવેલ છે.

વધુમાં ફોન કરનારે જણાવ્યું હતું કે, તેની પત્ની સુનિતાને આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડી ગયેલ હોવાથી આ હત્યા કુલસીંગે કરી હોવાની શંકા વ્યક્ત કરતા આરોપીને શોધવા પ્રયાસ કરી ટેકનીકલ માધ્યમથી સર્ચ કરતા આરોપી વાંકાનેર તાલુકા વાંકીયા ગામની સીમમાથી મળી આવતા તેની પુછપરછ કરતા તેને મર્ડર કરેલાની કબુલાત આપી હતી.

વધુમાં આરોપીએ કબુલ્યું હતું કે, સુનીતા સાથે તેને પ્રેમસબંધ હોય જેથી સુનીતા તેની સાથે રહેવા આવતી રહેલ હતી અને તેઓ ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા હોય ત્યારે સુનિતાએ સામાન્ય થોડી દવા પી લેતા તેમના વાડી માલીકે વાડીએથી હાંકી કાઢતા આરોપી કુલસીંગના સગા લીલાપર ગામ પાસે વાડી રાખી રહેતા હોય જેથી લીલાપર તેમના સગાને ત્યાં આવ્યો હતો અને રાત્રીના સમયે ઝઘડો થતા કેનાલના નાલા નીચે લઇ જઇ ગળુ દબાવી મારી નાખી મર્ડર કરેલ હોવાનું કબુલ્યું હતું.

હાલના મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખી આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા, ઉ.30, રહે. હાલ વાંકીયા ગામની સીમ રાતીદેવળી રોડ અકબરભાઇ જુણેજાની વાડીએ વાંકાનેર મુળ રહે.ભીંબરડા આલીકામત ફળીયુ તા.ઉમરોલી જી.અલીરાજપુર વાળાને ધરપકડ કરી છે. આ સફળ કામગીરી પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ એ.વી.પાતળીયા, એએસસાઈ રાજદીપસિહ રાણા, કીશોરભાઇ મકવાણા, જનકભાઇ છગનભાઇ, હેડ ક9નસ્ટેબલ કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ દેવશીભાઇ, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ, કોન્સ્ટેબલ તેજાભાઇ આણંદભાઇ, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ અને અજયભાઇ રાયધનભાઈ સહિતના સ્ટાફે કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!