નિર્જરા રાવલ = બ્રહ્મસમાજનું ગૌરવ
વાંકાનેર: સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજયકક્ષાના યુવા ઉત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું…
જેમાં મુળ વાંકાનેરની બ્રહ્મ સમાજની વિદ્યાર્થીની અને રાજકોટની વિરાણી-સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી કુમારી નિર્જરા જતીનભાઇ રાવલે “વકતૃત્વ સ્પર્ધા” વિભાગમાં સર્વોચ્ચ સફળતા મેળવી વાંકાનેરનું તથા રાવલ પરિવારનું ગૌરવ વધારેલ છે….
આ સ્પર્ધામાં જીલ્લા કક્ષા તથા પ્રાંત કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ રાજયકક્ષા સ્પર્ધામાં “આજે જગતને યુધ્ધની નહીં- જરૂર છે બુધ્ધની” એ વિષય પર પોતાના ધારદાર વિચારો રજુ કરીને ગૌરવ પુર્ણ સ્થાન પ્રાપ્ત કરી કોલેજ તથા માતા-પિતા તથા બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે. નિર્જરા રાવલ ટુંક સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે…