કેરાળા ગામે રહેતા રમેશ નામના યુવાને પ્રેમલગ્ન કરેલ હતા
વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે રહેતા રમેશ નામના યુવાને પ્રેમલગ્ન કરેલ હતા જેનો ખાર રાખીને યુવતીના ભાઈઓએ યુવાનના પિતાને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાં હતા જેથી એટ્રોસીટી અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.
વાંકાનેર સિટીમાં એટ્રોસીટી અને મારામારીના કેસ નોંધાયો હતો અને તે કેસમાં આરોપી સંજય વરસીંગ કોળી અને મુકેશ શામત કોળી રહે બન્ને કેરાળા તાલુકો વાંકાનેર વાળાઓએ તા.૩/૫/૨૦૧૪ ના રોજ ફરીયાદી રમેશ ચતુરભાઇ અંબાલીયાને તેના પુત્રે આરોપીની બહેન સાથે પ્રેમલગ્ન કરી લીધેલ હતા, જેનો ખાર રાખી ફરીયાદીને લાકડી તથા લોખંડના પાઇપ વડે ગંભીર ઇજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. આ અંગેની ફરીયાદ રમેશભાઇ ચતુરભાઇ આંબલીયાએ વાંકાનેર સીટી પોલીસમાં કરેલ હતી અને આ કેસ મોરબીની જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના સીનીયર વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.