ટંકારા પોલીસની કાર્યવાહી
ટંકારા: અહીં લતીપર ચોકડી ઓવરબ્રિજના છેડા પર આવેલ ૐ કોમ્પ્લેક્સ-3 માં બીજા માળ ઉપર ગોલ્ડન સ્પા ના નામથી સ્પા ચલાવતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના એક શખ્સ પર પોલીસ કાર્યવાહી થઇ છે…

જાણવા મળ્યા મુજબ ટંકારામાં લતીપર ચોકડી ઓવરબ્રિજના છેડા પર આવેલ ૐ કોમ્પ્લેક્સ-3 માં બીજા માળ ઉપર ગોલ્ડન સ્પા ના નામથી સ્પા ચલાવતા દિલિપભાઇ મગનભાઇ કાંજીયા રહે. રાજાવડલા, તા. વાંકાનેર (ઉ.વ. 38) વાળા સામે ભારતીય ન્યાય સહીતાની

કલમ- ૨૨૩ મુજબ તે એવી રીતે કે, જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક M. નં.જે/એમએજી-૦૨/સ્પા પાર્લર/જાહેરનામુ/વશી ૩૦૭(૩)૨૦૨૪ તા-૦૧/૦૮/૨૦૨૪ થી MORBI ASSURED એ પ્સ.માં પરપ્રાંતિય મજુરનુ રજીસ્ટ્રેશન કરવા સારૂ જાહેરનામું અમલ કરેલ

હોઈ આ કામના આરોપી પોતે જાહેરનામા થી માહિતગાર હોવા છતાં પોતાના સ્પામાં પોતાની નીચે કામ કરતા કર્મચારીઓના આઇ.ડી પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ MO RBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન હોઇ આરોપીએ કલેકટર અને જીલ્લા મેજી.શ્રી મોરબીના

ઉપરોકત જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે…
