કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગેરકાયદેસર વીજ જોડાણ લેતા માથાભારે સામે કાર્યવાહી

મેઘપર ઝાલા ગામની સીમમાં ઝેરી અસરથી મોત

ટંકારા : તાલુકાના વાછકપર ગામે વારંવાર ગુન્હો કરવાની ટેવવાળા માથાભારે શખ્સના ઘેર પોલીસે વીજ કંપનીની ટીમને સાથે રાખી ચેકીંગ કરતા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ ચોરી અંગે દંડનીય કાર્યવાહી સાથે વીજ ચોરી અંગે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી…

મોરબી જિલ્લા પોલીસવડાની સુચના અન્વયે ગુન્હેગારો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી અંતર્ગત ટંકારા પોલીસે વાછકપર ગામે રહેતા અને અવાર નવાર ગુન્હો કરવાની ટેવ વાળા રોહિત નાનજીભાઈ ફાંગલીયાના ઘેર રાજકોટ પીજીવીસીએલની ટીમને સાથે રાખી વીજ ચેકીંગ કરતા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા આ ઇસમ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી ઉપરાંત ઇલેક્ટ્રિસિટી એકટ અન્વયે વીજ ચોરીનો ગુન્હો દાખલ કરવા તજવીજ શરૂ કરવામાં આવી હતી…

મેઘપર ઝાલા ગામની સીમમાં ઝેરી અસરથી મોત
ટંકારા: તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાં ભયલુભાઈ ઝાલા ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ સુબાનભાઈ મછાર (18) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરતો હતો દરમિયાન તે યુવાનને ઝેરી અસર થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!